પાણીની બચત માટે હવે થશે ડ્રાઈ વોશ ટેકનીકનો ઉપયોગ

June 29, 2019
 394
પાણીની બચત માટે હવે થશે ડ્રાઈ વોશ ટેકનીકનો ઉપયોગ

ચેન્નાઈમાં પાણીની ઉણપ હોવાના કારણે લોકો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. જો આંકડાને જોવામાં આવે તો ચેન્નાઈ શહેરને દરમહિને ૮૦૦ મીલીયન લીટર પાણીની જરૂરત હોય છે. પરંતુ ચેન્નાઈ જળ બોર્ડ માત્ર ૫૨૫ મીલીયન લીટર પાણી સપ્લાઈ કરી શકે છે. એવામાં ચેન્નાઈ જળ સંકટને લઈને મોટરસાઈકલ નિર્માતા કંપની રોયલ એન્ફીલ્ડ સામે આવી છે.

રોયલ એનફિલ્ડે જાહેરાત કરતા જણાવ્યું છે કે, તેમના ચેન્નાઈમાં આવેલ ૨૦ સર્વિસ સ્ટેશનો પર ડ્રાઈ વોશ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી દરમહિને લગભગ ૧૮ લીટર પાણી બચાવવામાં મદદ મળશે. આ ટેકનીકથી વોશ ક્વોલીટીથી સમજોતા કર્યા વગર પાણીનો બગાળ ઓછો કરી શકાઈ છે અને જેની સાથે સર્વિસિંગના સમયમાં પણ ઘટાડો થાય છે.

તમને જણાવી દઈએ કે, રોયલ એનફિલ્ડ ભારતમાં સૌથી જૂની મોટરસાઈકલ બ્રાંડ છે. કંપની દ્વ્રારા બનાવવામાં આવેલ મોટરસાઈકલોને શાનની સવારી કહેવામાં આવે છે. રોયલ એનફિલ્ડની પાસે ઇન્ટરસેપ્ટર ૬૫૦, કોન્ટીનેન્ટલ જીટી ૬૫૦, ક્લાસિક, થન્ડરબર્ડ અને હિમાલયન ૪૧૦ જેવી મોટરસાઈકલ છે જેને લોકો દ્વ્રારા ઘણી પસંદ કરવામાં આવે છે.

Share: