Politics

મોદી શાહ સરકાર ચલાવી શકતા નથી. દરેક મુદ્દે કોંગ્રેસ પાર્ટી ને દોષિત ઠેરવી દેશ ને બરબાદ કરવાનું બંધ કરે

June 29, 2019
 279

૨૦૧૪ થી ૨૦૧૯ ના 5 વર્ષ ના શાસન દરમિયાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન અને રાજનાથ સિંહ ગૃહ પ્રધાન હતા પણ નરેન્દ્ર મોદીએ અમિત શાહ ની સામે સીબીઆઇ દ્વારા ચાલતા કેસ મા હાઇકોર્ટ મા અપીલ ના કરાવી ને અમિત શાહ ને પોતાની સાથે રાખવા માટે ૨૦૧૭ મા ગુજરાત મા થી રાજ્ય સભા મા સભ્ય બનાવી ને દેશ ની કાયદો વ્યવસ્થાની સ્થિતી ને બગાડવા નું કામ કર્યું છે કારણ કે કાયદા ની નજર મા એક તડીપાર થયેલી વ્યક્તિને હજી પોતાના આરોપો મા સપૂણૅ રીતે નિર્દોષ થવા માટે કેન્દ્ર સરકાર ઈચ્છે તો પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી પોતાને નિર્દોશ સાબિત કર્યા બાદ જ સાફ રાજનીતિ કરવા નો અમિત શાહ દાવો કરી શકે છે. વળી પાછું કહેવત છે કે ઝૂમ્મા ઝૂમ્માં આઠ દિન ની જેમ જમ્મુ કાશ્મીર વિશે ગૃહ પ્રધાન તરીકે બકવાસ ભર્યું નિવેદન કરે છે કે કાશ્મીર ની એક તૃતિયાંશ જનતા ભારત ની સાથે નથી તે માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે ત્યારે અમિત શાહ ના ખોટા નિવેદન પછી હું ૧૦૦ ટકા સત્ય વાત એ કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદી સરકારની આડેધડ પાકિસ્તાન ની જનતા ને ભારત માં લાખ થી વધુ લોકો ને આંખો મીચી ને વિઝા આપવા ની નીતી ને કારણે આ એક લાખ થી વધુ પાકિસ્તાન ના નાગરિકો મા ૧ ટકો ગણીએ તો પણ ૧૦૦૦ જેટલા આતંક વાદી વિચાર ધારા વાળાઓ આસાની થી ભારત માં આવી ગયા હોય અને ખૂબ આસાની થી અમુક લોકો નું દિમાગ વૉશ કરીને ભારત માં હુમલા કરાવવા મા સફળ થઈ ને પાછા પાકિસ્તાન ચાલ્યા ગયા હોય આ વાત સાચી સાબિત એટલા માટે થઈ શકે છે કે માત્ર ૨૦૧૬/૧૭ ના બે વર્ષ મા જ ભારત સરકારે પાકિસ્તાન ના ૮૭૦૦૦ સત્યાસી હજાર લોકો ને ભારત આવવા ના વિઝા આપ્યા હતા. ત્યારે 2 વર્ષ ના ૧૦૪ દિવસ શનિવાર રવિવાર ની રજા ના ગણીએ અને જાહેર રજા ઓ ના ૨૦ દિવસ ગણીએ તો બાકીના ૬૦૦ દિવસ માં ૮૭૦૦૦ વિઝા .

એટલે કે દરરોજ ૮ કલાક મા ૧૧૦૦ જેટલા પાકિસ્તાની જનતા ને વિઝા ભારત ના અધિકારીઓ એ આંખો બંધ કરીને આપ્યા હોય તો પાકિસ્તાન થી આતંકી વિચાર ધારા વાળા આસાની થી ભારત આવી શકે છે અને આ નિષ્ફળતા માટે નરેન્દ્ર મોદી ની સરકાર ને જવાબદાર ઠેરવી શકાય તેમ છે. અને અમિત શાહે કાશ્મીર ની એક તૃતીયાંશ જનતા ભારત સાથે નથી નું નિવેદન કર્યું તેનો સદસડતો જવાબ એ છે કે ૨૦૧૪ ના લોકસભા પરિણામ વખતે પણ દેશના ૩૧ ટકા મતદારો ભાજપ સાથ હતાં છતાં પણ તમે સરકાર ચલાવી હતી અને હાલ ૨૦૧૯ ની ચુંટણીમાં મા પણ ભાજપ સાથે ૪૦ ટકા જ મતદારો છે છતાં પણ દેશ મા શાસન કરવાના છો જ. એટલે આવા ખોટા નિવેદનો ના કરો તો સારું

સરકાર ચલાવતા આવડતી નથી અને જનતા ના ટેક્સ ના રૂપિયા નરેન્દ્ર મોદી પોતાની પ્રસિદ્ધિ પાછલ ખર્ચી રહી છે પાછલા 3 ત્રણ વર્ષ મા કુલ ૩૮૦૦ કરોડ રૂપિયા ની ટીવી ચેનલો પર અને છાપા ઓ મા જાહેરાત કરી ને નરેન્દ્ર મોદીએ જનતા ના ૩૮૦૦ કરોડ રૂપિયા પાણી મા નાખી દીધા છે આ ૩૮૦૦ કરોડ રૂપિયા મા દેશ મા ૪૦૦ થી વધુ તાલુકા ઓ મા દવાખાના ઓ બન્યા હોત.

Tags:
Modi  Shah  Narendra Modi  Amit Shah  Congress  Congress Party 

Share:

Latest News

  • વિડિઓ : સિદ્ધાર્થે કંગના વિશે આ શું કહ્યું ?
  • અક્ષય કુમાર સૌથી વધુ કમાણી કરનાર ૧૦૦ સેલિબ્રિટીમાં એકલા ભારતીય
  • અલ્પેશ ઠાકોર ખાનપુર ચોકમાં કેસરિયો ખેસ ધારણ કરશે, ચાલી રહી છે તૈયારીઓ.
  Latest News
  • ૬ વર્ષના બાળકે એક વખતમાં કર્યા ૩ હજાર પુશ-અપ, ઇનામમાં મળ્યું વિશાળ ઘર
  • રાહુલ ગાંધીએ કોર્ટ બોલાવવા બદલ માન્યો ભાજપ આરએસએસનો આભાર, કહ્યું સત્યમેવ જયતે
  • ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ પ્રિયંકા કાલાંત્રીએ કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ
  • વિડિઓ : પુર્વ મીસ ઈન્ડિયાની કાતિલ અદાઓ
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બપોર બાદ કોર્ટમાં હાજરી આપશે
  Categories