Gujarat

ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ભાજપના ઉમેદવારની પ્રચાર સભામાં આદિવાસીઓનો હોબાળો

April 18, 2019
 58

ગુજરાતની બારડોલી બેઠક પર પ્રચાર માટે ગયેલા ભાજપના લોકસભા ઉમેદવાર પ્રભુ વસાવાની તાપીમાં યોજાયેલી જનસભા આદિવાસીઓ હોબાળો કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારની સભામાં થયેલા હોબાળા બાદ તેમનો પ્રશ્ન સાંભળવામાં આવ્યો હતો. તેવો તાપી લીંક યોજનામાં થનારી જમીન સંપાદનથી તે આક્રોશિત હતા.તેમજ આ અંગે ભાજપના લોકસભા ઉમેદવાર પ્રભુ વસાવાએ આ પરિપત્ર રદ કરવાની હૈયાધારણ આપ્યું હતું. તેની બાદ મામલો શાંત પડ્યો હતો. આ બેઠક પર ભાજપના પ્રભુ વસાવા વિરુદ્ધ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી મેદાનમાં છે.

બારડોલીના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ સરકારી પરિપત્ર રદ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એક તકે તો ગ્રામજનોએ વિરોધ કરતાં આદિવાસીઓ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આદિવાસીઓની માંગ હતી કે તેમની જમીન સંપાદન ન થવી જોઈએ.

ગુજરાત લાંબા સમયથી આદિવાસી વિસ્તારમાં જમીન સંપાદનના મુદ્દે રાજકારણ ગરમાયેલું છે, તેવામાં ભાજપના ઉમેદવારને રોષનો સામનો કરવો પડ્યો હતો. જયારે ગુજરાતના નર્મદા જીલ્લામાં પણ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કરવામાં આવી રહેલા જમીન સંપાદનનો પણ આદિવાસીઓ વિરોધ ક્રરી રહ્યા છે. તેમજ તેમનો આક્ષેપ છે કે મોદી સરકાર અને ગુજરાત સરકાર બંધારણના સીડ્યુલનો અમલ કરવાના બદલે આદિવાસી પાસેથી તેમની જમીન જબરજસ્તી પડાવી રહી છે. જેની માટે આદિવાસી સંસ્થાઓ પણ તેનો વિરોધ કર્યો હતો. તેમજ આ મુદ્દે છેક રાષ્ટ્રપતિ સુધી પણ આવેદનપત્ર પહોંચાડ્યું છે

Tags:
Gujarat  Tribal  Oppose  Of  Bjp  Tribal Candidate  In  Election  Campaign  India  politics  national  tribal oppose  tapi link road  tribal land  sanmapadan  vg news  news in gujarati 

Share:

Latest News

  • શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના સમર્થનમાં, ભાજપ વિરુદ્ધ સાણંદમાં રેલી.
  • વિડિઓ : પુત્ર સાથે યોગા કરતી નજર આવી શિલ્પા શેટ્ટી
  • ગર્લફ્રેન્ડ સાથે સ્પોટ થયા મુકેશ અંબાણીના નાના પુત્ર
  Latest News
  • વિડિઓ : જેઠાલાલની બબીતા હાલ માં લાગે છે કંઈક આવી
  • ઇટાલિયન પર આવ્યું સંજય દત્તની પુત્રીનું દિલ
  • બીએસએનએલે પોતાના લોન્ગ ટર્મના પ્લાનમાં કર્યો મોટો ફેરફાર
  • ભાજપ પ્રવક્તા નરસિમ્હા રાવ પર પ્રેસ કોન્ફરન્સમાં બુટ ફેંકાયું, વ્યક્તિ કાનપુરનો નિવાસી
  • જાણો કયો રંગ ચમકાવી શકે છે તમારી કિસ્મત
  Categories