જૂમલા જુમલા અને જુમલાં અને ભાઈચારો તોડવ્યા અને ગુજરાત હોય સમગ્ર દેશમાં દેવું વધારવા સિવાય નરેન્દ્ર મોદી સરકાર ની કોઈ ઉપલબ્ધિ નથી. મોટા પાયે બૂમ બરાડા પાડી ને ભાષણો કરવાથી કે કરોડો રૂપિયાની જાહેરાત આપવાથી કોઈ કામ થતું નથી તે વાત નરેન્દ્ર મોદી પોતે જાણતા હોવાથી પણ પોતાની અંગત છબી બનાવવા માટે જનતા ના ટેક્સ ના રૂપિયા પાણી ની જેમ વાપરી રહ્યા છે અને જે સમસ્યાઓ થોડી હતી તે અત્યંત વધી ગઈ છે. દેશમાં અને ગુજરાત મા છોકરા ઓ ની સરખામણી માં દર ૧૦૦૦ છોકરા ઓ ની સામે માત્ર ૮૪૮ આઠસો અડતાલીસ છોકરીઓ જ જન્મે છે. જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હતા અને તે સમયે દર ૧૦૦૦ છોકરાઓ ની સરખામણી માં ૯૩૨ જેટલી છોકરીઓ નો જન્મ થતો હતો ત્યારે તેમણે આ નાટકીય ઢબે સૂત્ર આપ્યું હતું કે બેટી બચાઓ બેટી પઢાઓ આ સૂત્ર માટે સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે ગુજરાત રાજ્ય મા આ બેટી બચાવો નું સૂત્ર સંપૂર્ણ પણે ફેલ ગયું છે.
આજે પણ ગુજરાત મા મહિલાઓ ના ડોકટરો જે ગાયનેક ડોક્ટરો કહેવાઈ છે તેમાંના ઘણા ડોકટરો સરકાર ની મનાઈ હોવા છતા ખાનગી મા ગર્ભ પાત કરી રહ્યા છે અને આ ગર્ભ પાત કરવા માટે એક લાખ રૂપિયા સુધી ની રકમ વસૂલ કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર ના ઘણા મંત્રીઓ અને રાજકીય નેતાઓ પણ આ વાત જાણે છે છતાં પણ માનવતા વાદી વલણ નહિ અપનાવીને કસાઈ જેવા કામો કરી ને દીકરીઓ ને ગર્ભ મા મારી નાખવા માટે લાલચુ નાલાયક ડોકટરો ને આવા સમાજ વિરોધી કામ કરવા દે છે.
કારણ કે સરકારી કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ કોઈ અધિકારી ની કે નેતા ની સંમતિ વગર આવી રીતે ગર્ભ મા જ નાની બાળકીઓ ની હત્ય ના જ કરે. તેથી આ વાત મા રાજકીય નેતાઓ નો સહયોગ હોય તે વાત ને બળ મળે છે ત તેમ સમજી શકાય છે અને ગુજરાત મા આ છોકરા છોકરીઓ ના સેક્સ રેશિયા ની માહિતી આપનાર પણ ભાજપ ની નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર ના નીતી આયોગ દ્વારા જ આ વાત કહેવામાં આવી છે ખૂબ જ શર્મ જનક કહેવાય પણ નરેન્દ્ર મોદી હોય કે આનંદી બેન પટેલ કે પછી વિજય રૂપાણી જેવા ગુજરાત ના મુખ્ય મંત્રી હોય ગુજરાત ના ભાજપ ના નેતાઓ ને જુઠ્ઠુ બોલવા માટે કોઈ પણ પ્રકારની લાજ શરમ આવતી જ નથી એટલે જ શિક્ષણ ક્ષેત્ર માં ચાલતી પોલ ખુલી ગયા બાદ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકાર ને ટકોર કરી છે કે સ્કૂલો મા સી સી ટીવી કેમેરા મૂકવાથી શિક્ષણ નું સ્તર સુધરે નહિ પણ ભાજપ સરકાર ને માત્ર વિકાસ ના નામે સરકારી ટેન્ડર બહાર પાડીને કમિશન મેળવવા મા જ રસ છે કારણ કે ગુજરાત ની સ્કૂલો મા કેમેરા લાગે તો ૧૦૦ /૩૦૦ કરોડ રૂપિયા થી વધુ નું ટેન્ડર બહાર પડે અને મલાઈ દાર કમિશન મળે બસ ભાજપ ના નેતાઓ ને આજ જોઈએ છે ભાજપ ના નેતાઓ ને શિક્ષણ મા અને વિદ્યાર્થીઓ ને સારું ભણાવવા મા રસ હોત તો ગુજરાત મા હજારો ની સંખ્યા માં સ્કૂલો બંધ ના કરી હોત પણ હઝારો સરકારી સ્કૂલો બંધ કરીને માત્ર ઉપરની રકમ મેળવવા માટે ખાનગી સ્કૂલો ને મંજૂરી આપી ને ભાજપ નેતાઓ ઘર ભરી રહ્યા છે. આરોગ્ય સેવા ની હાલત પણ કફોડી જ છે.